તા 19-02-2025 ના રોજ શ્રી હનુમાનજી મંદિર ડભોડાના મહંત શ્રી જુગલદાસજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
19-02-25 બુધવાર માગસર વદ છઠના શુભ દિને ગાંધીનગરના ડભોડા ગામે શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ. પૂ. મહંત શ્રી જુગલદાસજી મહારાજની પ્રતિમાનું અનાવરણ હજારો ભક્તોની હાજરીમા સવારે 10 વાગ્યે પ. પૂ. મહંત શ્રી દિલીપદાસજી મહારાજ (જગન્નાથજી મંદિર, અમદાવાદ) ના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે પ. પૂ. મહંત શ્રી રામ સ્વરૂપદાસ મહારાજ (શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર, રાંદેસણ, ગાંધીનગર) અને પ. પૂ. મહંત શ્રી ગણેશદાસજી મહારાજ (શ્રી વડવાળા રામજી મંદિર, ઝાક, ગાંધીનગર) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.અહીં વિશેષ ઉલ્લેખનીય છે કે,લાખો ભક્તો દર વર્ષે શ્રી ડભોડિયા હનુમાનજીના દિવ્ય દર્શન હેતુ પધારે છે.ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર પણ અનેક રીતે દર્શનાર્થીઓની વધુને વધુ વ્યવસ્થા સાચવવા પ્રયત્નશીલ હોય છે.શ્રી પ્રકાશબાપુ અને શ્રી રુદ્રદાસજી મહારાજનો વિશેષ માહિતી માટે આભાર 🙏🏻🙏🏻શ્રી ડભોડિયા હનુમાનજી સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે 🙏🏻.