દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આનંદ આશ્રમ, કડી ખાતે ભવ્ય શિવરાત્રી મહોત્સવ ઉજવાશે
શિવભક્તોનો સૌથી પ્રિય ધાર્મિક તહેવાર એટલે શિવરાત્રી.જૂનાગઢ ગિરનાર ના જઈ શકનાર ભક્તો સ્થાનિક મંદિરો કે આશ્રમોમાં જઈ પોતાની શિવભક્તિ પ્રકટ કરતા હોય છે.આવનાર 26-02-25 બુધવારના રોજ શ્રી આનંદ આશ્રમ, સુજાતપુરા રોડ, કડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ ભારે ધામધૂમથી ઉજવાશે. જેમાં સદગુરુ શ્રી હરી બાપુ અને શ્રી પ્રકાશ બાપુ ભક્તોને શિવ સાનિધ્યના ભક્તિ રસમાં ઓતપ્રોત કરશે.સાંજે 4 વાગે શરૂ થનાર આ ધાર્મિક પોગ્રામ સાંજે 7 વાગે પૂર્ણ થશે.જેમાં સર્વ પ્રથમ શ્રી હવનથી શરૂઆત કરી તાંડવ નૃત્ય ધ્યાન, ભજન સંધ્યા, શ્રી હરી સત્સંગ અને છેલ્લે પ્રસાદ લઇ સૌ ભક્તો વિદાય લેશે.તૈયારીના ભાગરૂપે આયોજન હેતુ ફ્રી નામ નોંધણી કરવાનું 8732993034 નંબર પર ચાલુ છે.