શિવ કહું કે શંભુ, કહું એક વીર મરાઠા
શિવ કહું કે શંભુ, કહું એક વીર મરાઠા,
મરાઠા માવળે સ્વપ્ન જે વાવ્યાં સાચા.
તીક્ષ્ણ તલવારથી જલવો જગાવ્યો,
ધર્મ અને સ્વાતંત્ર્યનો દીવો પ્રગટાવ્યો.
કિલ્લાઓએ ગાથાઓ ગાઈ,
શિવરાયે વિજયની કહાણી રચાઈ.
ગૌરવ માગે આકાશ અને ધરા,
માવળા બોલે, "જય ભવાની! જય જગદંબ! હર હર મહાદેવ!" ભરા.
જીજામાતાની સંસ્કારજ્યોત પ્રગટાઈ,
છત્રપતિ સંભાજી શૌર્યગાથા ગાઈ.
સત્ય અને શૌર્યનો પ્રકાશ થયો,
શત્રુના સપનાઓ ભસ્મ થઈ ગયાં.
પ્રજાજનો માટે સ્વરાજ ઊગ્યું,
હિન્દવી રાજનું સપનું પૂરું થયું.
માવળા રણમાં કાળી માટી છાંટે,
શિવબાંધનો સાહસ સાગર સમો લાગે.
શિવ કહું કે શંભુ, કહું તેજસ્વી,
છત્રપતિ શિવાજી થયા અમર અને દિવ્ય!
— ધર્મદિપ આહીર
🚩 જય શિવરાય 🚩