આવતીકાલે દરેક સરકારી કચેરીઓ પર પોલીસ રહેશે તૈનાત, ખાસ ઝુંબેશને કારણે DGPએ કર્યો આદેશ... સરકારી કર્મચારીઓને ફરજીયાત હ
આવતીકાલે દરેક સરકારી કચેરીઓ પર પોલીસ રહેશે તૈનાત, ખાસ ઝુંબેશને કારણે DGPએ કર્યો આદેશ... સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કચેરીઓ પર આવતીકાલથી પોલિસ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ ઓફિસ ના ગેટ પર નિયમોનું પાલન કરાવશે, DGP વિકાસ સહાયએ આદેશ કર્યો છે. હાઇકોર્ટના કડક વલણ બાદ રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરાયું છે. નોધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે.ફરજીયાત હેલ્મેટનાં હાઈકોર્ટનાં આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે સરકારી કચેરીમાં આવતા દ્રિકચક્રી વાહનો પર બેસનાર બંને વ્યક્તિઓએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે.અહેવાલ... પી જે ચૌધરી