મહેસાણા શહેરના પરા વિસ્તારમાંથી એક શૂટર ઝડપાયો છે. આ શૂટર લોરેન્સ બીશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા છે. આ મામલે સૌથી ચોંકવનારી વાત એ છે કે આ યુવક નામ બદલીને મકાનમાં ભાડે રહેતો હતો.
મહેસાણા શહેરના પરા વિસ્તારમાંથી એક શૂટર ઝડપાયો છે. આ શૂટર લોરેન્સ બીશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા છે. આ મામલે સૌથી ચોંકવનારી વાત એ છે કે આ યુવક નામ બદલીને મકાનમાં ભાડે રહેતો હતો.
મહેસાણામાંથી શૂટર ઝડપાયો, લોરેન્સ બીશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા
મહેસાણા શહેરના પરા વિસ્તારમાંથી એક શૂટર ઝડપાયો છે. આ શૂટર લોરેન્સ બીશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા છે. આ મામલે સૌથી ચોંકવનારી વાત એ છે કે આ યુવક નામ બદલીને મકાનમાં ભાડે રહેતો હતો.
હરિયાણા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું
ચાર દિવસ પહેલા હરિયાણા પોલીસ મહેસાણા શહેરના પરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રાહુલ કટારીયાને લોરેન્સ બીશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકાએ ઉઠાવી ગઈ હતી. રાહુલ કટારીયા શૂટર છે અને તે છેલ્લા એક મહિનાથી મહેસાણાના પરા વિસ્તારમાં મનોજસિંહ નામ બદલીને રહેતો હતો. હરિયાણા પોલીસ તેને ફરી લઈને આવી હતી હતી અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
ભાડા કરાર કરવાનું કહેતા બહાના બતાવતો હતો
આ સમગ્ર મામલે શૂટર રાહુલ કટારીયાને મકાન ભાડે આપનારા મકાનમાલિક સુરેખાબેન પટેલે કહ્યું કે આ યુવકને મકાન ભાડે આપતા સમયે તેણે પોતાનું નામ મનોજ બતાવ્યું હતું અને ભાડા કરાર કહેવાનું કહેતા બહાના બતાવતો હતો અને ત્યારબાદ 5 તારીખે પોલીસ તેને ઉઠાવીને લઇ ગઈ હતી. ત્યારબાદ પોલીસ તેને 9 તારીખે લઈને આવી હતી અને પંચનામું કર્યું હતું.
મહેસાણા એ ડિવિઝન પોલીસે આ યુવક લોરેન્સ બિશ્નોઇ ગેંગનો શૂટર હોવાની આશંકા સાથે તે કયા હેતુથી મહેસાણા આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.