logo

ભાજપે રાજ્યભરમાં અનેક નેતાઓને કર્યા સસ્પેન્ડ, ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં Gujarat Local Body

ભાજપે રાજ્યભરમાં અનેક નેતાઓને કર્યા સસ્પેન્ડ, ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં

Gujarat Local Body Elections 2025 : રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા અનેક નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ નેતાઓએ ભાજપનું મેન્ડેટ ન મળતા અપક્ષ અથવા અન્ય પક્ષમાં ઉમેવદવારી નોંધાવી હતી.

પાટણના ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખને સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિકરવાના ગુનામાં ચાણસ્મા શહેર ઉપપ્રમુખ પટેલ પરસોત્તમ ભાઈ શંકરભાઈને સસ્પેન્ડ કરાયા છે. પક્ષના ઉમેદવાર વિરુદ્ધ ઉમેદવારી કરવાના કારણે શિસ્ત ભંગના પગલાં ભરાતા પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપે ખેડામાં 33 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. આ સભ્યોએ પોતાના જ સંબંધીઓને જ અપક્ષ તરીકે ઉભા રાખ્યા હતા. જેમાં ચકલાસીના 13, મહેમદાબાદના 5, મહુધાના 5, ખેડાના 3 સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા. કપડવંજના 2 અને કઠલાલના 5 લોકોને ભાજપના સક્રિય પદેથી સસ્પેન્ડ કરાયા.


2
0 views