logo

*થરાદમાં સમગ્ર અનુસુચિત જાતિ દ્વારા નવા જીલ્લા માટે શંકરભાઇ ચૌધરી નો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો*.. *બોક્સ*...

*થરાદમાં સમગ્ર અનુસુચિત જાતિ દ્વારા નવા જીલ્લા માટે શંકરભાઇ ચૌધરી નો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો*..

*બોક્સ*...

*પુર્વ સાંસદ સભ્ય પરબતભાઇ પટેલ ની ગ્રાન્ટ માંથી કોમ્યુનિટી હોલ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું*

થરાદ ખાતે સમગ્ર અનુસુચિત જાતિ દ્વારા નવા જીલ્લા થરાદ વાવ માટે માનનિય અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સ નો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો હાજર રહીને સાહેબ ને ફુલહાર તથા સાફો તથા ફોટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ શંકરભાઇ ચૌધરી દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી શાળામાં શૈક્ષણિક સંસ્થાઓ અગિયાર લાખ ની ગ્રાન્ટ ફાળવણીમાં કરવામાં આવી લોકો માં ખુબ જ આનંદ અને ઉલ્લાસ હતો ત્યારબાદ પુર્વ સાંસદ પરબતભાઇ પટેલ ની વીસ લાખ ની ગ્રાન્ટ માંથી કોમ્યુનિટી હોલ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સમગ્ર અનુસુચિત જાતિ ના લોકો ખુબ જ બહોળા પ્રમાણમાં હાજર રહીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો...
અહેવાલ પી જે ચૌધરી

1
2175 views