મોરવાના રેણા વિસ્તારને જોડતા માર્ગો અને એપ્રોચ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું
મોરવા(રેણા)શહેરા તાલુકાના મોરવા (રેણા )વિસ્તારના ગામોને જોડતા વિવિધ માગી તેમજ એપ્રોચ માગી ના નવીનકરણ માટેનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. ગુરુવારના રોજ શહેરાના ધારાસભ્ય અને વિધાનસભા ઉપાધ્યક્ષના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકા ભાજપના મહામંત્રી અને શહેરા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ અને તાલુકા પંચાયત સદસ્યો સાથે પી.ડબલ્યુ.ડી ના અધિકારીઓની હાજરીમાં ભુરખલ કબીરપુર રોડ,ભાટના ના મુવાડા એપ્રોચ રોડ, ખજૂરી એપ્રોચ રોડ અને સાધરા તરસંગ રોડ નું ખાતમુહૂર્ત કર્યુ હતુ.