logo

એ માં તાપ્તી, તું તરસ છુપાવતી

એ માં તાપ્તી, તું તરસ છુપાવતી,
તારા ઉપકારો કેવી રીતે ગણું?
જીવનના અંત સુધી સાથ નિભાવતી,
તારા સ્નેહને શબ્દોથી કેવી રીતે વરણું?

તારા વહેતા પ્રવાહમાં,
અમે તરસેલા મનને શાંત કર્યા,
પણ દુઃખ એ છે કે અમે મનુષ્યો,
તને જ ગંદી બનાવી મૂકી!

તું સહનશીલ રહી, તું વહેતી રહી,
પણ અમે તને શોષતા ગયા,
તારા સ્નેહથી જીવતા રહ્યા,
અને તને જ વેરવિખેર કરતા ગયા.

તું સૂર્યપુત્રી, પવિત્ર અને પૂજનીય,
સૌને જીવનદાતા, નિર્મળ, ઉર્જાવાહી,
પરંતુ અમે જ તને કલંકિત કરી,
તારા પવિત્ર તટોને ગંદા બનાવ્યા.

હવે પણ તું શાંત છે, તાપ્તી છે,
તારી વહેતી ગાથા કદી અટકશે નહીં,
એ માં તાપ્તી, તું તરસ છુપાવતી,
હું કૃતજ્ઞ છું, તારા અખંડ સંગાથનો.... ધર્મદિપ ભીખુભાઈ આહીર

3
2674 views