
એક તરફ મંદી સામે જજુમતા લોકો...રાજુલા માં pgvcl દ્વારા બાકી બિલ રિકવરી માં પઠાણી ઉઘરાણી લોકો ત્રાહિમામ
રાજુલા ના મોટા ભાગ ના યુવાનો સુરત મુંબઈ માં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય હાલ હીરા ઉદ્યોગ માં મંદી નો માહોલ હોય ત્યારે આ યુવાનો ના માતા પિતા રાજુલા અને રાજુલા તાલુકા માં રહેતા હોય મંદી ના કારણે માંડ ખાવા નું થતું હોય તેમાં pgvcl દ્વારા ભયકંર દબાણ સાથે ઉઘરાણી કરતા લોકો માં મૂંઝવણ વધી છે
ઉઘરાણી કરતા કર્મચારી ઓ પણ ટાર્ગેટ પુરો કરવા નો હોય લોકો ની દયનિય હાલત જોઈ ટેન્શન માં આવી જાય છે પણ એ મજબુર છે ઉપરી અધિકારી ઓ દ્વારા ટાર્ગેટ આપવા માં આવતો હોય એ પણ માનસિક દબાણ માં આવી ગયા હોય છે આવા માનસિક દબાણ સહન કરી શકે તો કોઈ આડું અવળું પગલું ભરશે તો જવબદારી કોની??
હાલ મંદી સામે જજુમતા લોકો માટે pgvcl એ લોકો ને હપ્તા કરી આપવા જોઈએ
અત્યારે ઉલ્લેખનીય છે હાલ pgvcl દ્વારા લોકો ના મીટર ઉતારવા માં આવી રહ્યા છે આ અંગે વિચારી યોગ્ય માર્ગ કાઢવો જોઈએ એવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે
અત્યારે એમ પણ વિચારવું જોઈએ આ જ લોકો રેગ્યુલર બિલ ભારે છે હાલ મુશ્કેલી માં હોય યોગ્ય રસ્તો કરી આપવો જોઈએ
આ લોકો ના કનેકશન કાપી pgvcl આવક પણ ગુમાવી રહી છે અને લોકો ને પાવર ચોરી કરવા મજબુર કરી રહી છે