આપઘાત: ડીસામાં ટ્રેન નીચે પડતું મૂકી મહિલાનો આપઘાત
ડીસામાં ભોપાનગર ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકી મહિલાનો આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે.પોલીસે વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.આ અંગેની વિગત મુજબ ડીસાના ભોપાનગર ફાટક પાસે સોમવારે રાત્રે 11:00 વાગ્યે 50 વર્ષીય મહિલાએ ટ્રેન નીચે જંપલાવતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.જોકે મહિલાના વાલી વારસોનો પત્તો લાગ્યો ન હતો. જો કોઇને આ ઘટનાની સંબંધિત માહિતી મળી હોય અથવા વિડીયો ફૂટેજ મળતું હોય તો તે પોલીસને આપવા માટે જણાવવામાં આવ્યું છે.