ગંગાસ્વરૂપ આર્થિક યોજના હેઠળ બહેનોને આજીવન સહાય
ગાંધીનગર. વર્ષ ૨૦૨૧ ૨૨ નાઅંદાજપત્રમાં( બજેટ) રાજ્ય સરકારે વિધવાબહેનો માટેની ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના
હેઠળ વિધવા બહેનના પુત્રની ની વય 21 વર્ષ થતાં બંધ કરવાની જોગવાઈ રદ કરી છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજિત આઠ લાખ વિધવાા બહેનોને સહાય આપવા રૂપિયા ૭૦૦ કરોડ જોગવાઈ કરવામાં આવી છે.
ઉપરાંત સામાજિક ઉત્થાનના પ્રયાસરૂપે પુના લગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે સન્માનિત જીવન નવેસરથી શરૂ
કરી શકે તે માટે લાભાર્થી દીઠ રૂપિયા ૫૦ હજારની સહાય કરવામાં આવશે આ ગંગાસ્વરૂપ યોજના હેઠળ રૂપિયા ત્રણ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.