
બાંગ્લાદેશીઘુસણખોરોને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટગ્રામ્ય,રાજકોટ
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ, રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ આગામી તારીખ ૨૬ જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રીય તહેવાર હોય, આમ નાગરીકો નિર્ભયપણે તહેવારની ઉજવણી કરી શકે તેવા શુભ આશ્રય થી રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી થી રહેતાં અન્ય દેશોના નાગરીકો બાબતે વોચ તપાસમાં રહી મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ. જે અનુશંધાને રાજકોટ જીલ્લા એસઓજી. પ્રયત્નશીલ હોય જે દરમ્યાન રાજકોટ ગ્રામ્ય એ.એચ.ટી.યુ. ના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ. જે.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. મયુરભાઇ વિરડા તથા મનોજભાઇ બાયલ પેટ્રોલીગમાં હોય દરમ્યાન બંન્ને પોલીસ કર્મચારીને મળેલ હકિકત આધારે એસ.ઓજી. શાખાના પો.ઇન્સ શ્રી એફ.એપારગી સા.ના માર્ગદર્શન હેઠળ એસઓજી.શાખા પો.સબ.ઇન્સ.શ્રી બી.સી.મિયાત્રા તથા એસઓજી.શાખાના સ્ટાફ તથા ઉપરોકત બંન્ને એ એચ ટી.યુ.ના કર્મચારી સાથે હકિકત વાળી જગ્યા રંગપર ગામના પાટીયા પાસે મારૂતી સોસાયટી બ્લોક નં.૩ માં તપાસ કરતા નીચે જણાવેલ ૨ ઇસમો મળી આવતા તેઓની ઉંડાણપુર્વક પુછપરછ કરતાં તેઓ પાસે ભારતીય નાગરિક તરીકેનો આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવતાં અને તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અહીયાં આવેલ હોવાનું જણાવતાં નાઓને નજર કેદ કરવામાં આવેલ અને મજકુર ઇસમો કોઇ ગુન્હાહીત પ્રવ્રુતી સાથે સંકળાયેલ છે કે કેમ? તેમજતેઓખરેખર કયા હેતુથી ઘુસણખોરી કરેલછે. તે દિશામાં તપાસચાલું છે.
(૧) સોહિલહુસેન યાકુબઅલી ઉવ.૩૦ મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર
જી.જોસર રાજધાની ઢાંકા (બાંગ્લાદેશ)
(૨) રીપોનહુસેન અમીરૂલઇસ્લામ ઉવ.૨૮ મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા (બાંગ્લાદેશ) રહે.બંન્ને હાલ રંગપર ગામના પાટીયા પાસે મારૂતિ સોસાયટી ભુપતભાઇ ભરવાડના મકાનમાં ભાડે થી તા. પડધરી જી.રાજકોટ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ-
શ્રી એફ.એ.પારગી પો.ઇન્સ.એસ.ઓ.જી. તથા શ્રી એમ.જે.ચૌધરી પો.ઇન્સ. એ.એચ.ટી.યુ. તથા શ્રી બી.સી.મિયાત્રા પો.સબ.ઇન્સ., શ્રી પી.બી.મિશ્રા પો.સબ.ઇન્સ. તથા એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. અતુલભાઈ ડાભી, જયવિરસિંહ રાણા, અમીતભાઈ કનેરીયા, ઇન્દ્રસિંહ જાડેજા, સંજયભાઇ નીરજની તથા પો.હેડ.કોન્સ.વિજયભાઇ વેગડ, શીવરાજભાઈ ખાચર, હિતેષભાઈ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, પ્રહલાદસિંહ રાઠોડ તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઈ કોઠીવાર, ઘુભાઈ ઘેડ તથા એ.એચ.ટી.યુ. શાખાના પો.હેડ.કોન્સ.મયુરભાઇવિરડા, મનોજાભાઇ બાયલ