દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ના વેટેનરી ના વિથાર્થી દ્વારા પ્રાણી કલ્યાણ પખવાડિયું ૨૦૨૫ પ્લાસ્ટિક મુક્ત રેલી યોજી જનતા ને જાગૃત કરવા માં આવી...
દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી રાષ્ટ્રીય સેવા યોજના વેટેનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી સરદાર કૃષિનગર ના વિદ્યાર્થી દ્વારા આજરોજ રેલી યોજી પ્રાણી કલ્યાણ પખવાડિયું 2025 પ્લાસ્ટિક ખાવાથી ગાય માતા ઉપર થતી અસર થી ડોક્ટર એ એન સુથાર ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી દ્વારા પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરી કાગળ ની અથવા તો કપડાં ની બેગ નો વપરાશ કરવા માં આવે જેથી કરી ને આપણે ગાય માતા ને પ્લાસ્ટિક થી બચાવી સકિયે પ્લાસ્ટિક થી થતા પર્યાવરણ ને પણ બચાવી શકાય આપણે રોજિંદા જીવનમાં જે પણ પ્લાસ્ટિક વાપરીએ છીએ તેમાંથી 70% પ્લાસ્ટિકની વસ્તુઓ એક વાર વાપરવું અને ફેંકી દો એ રીતે તૈયાર થાય છે દર વર્ષે જેટલું પ્લાસ્ટિક પૃથ્વી ઉપર ફેકાય છે તેનાથી પૃથ્વીને ચાર આંટા મારી શકાય તેટલું છે પ્લાસ્ટિક થી પર્યાવરણને થતા નુકસાન અંગેના એક સ્ટડી મુજબ દર વર્ષે પ્લાસ્ટિક ખાવાથી વિશ્વમાં એક લાખ પશુઓના મોત થાય છે પ્લાસ્ટિક બેગ નો યુઝ માત્ર એક મિનિટમાં થઈ જાય છે પરંતુ તેને પૃથ્વીમાં સડતા એક વર્ષ જેટલું સમય લાગે છે ભારતમાં માથાદીઠ 11.7 કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આપણે આપણા જીવનમાં જો પર્યાવરણ ની ચિંતા કરતા હોય તો પ્લાસ્ટિક ની બેગ કે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો જોઈએ નઈ ... અહેવાલ ભાનુ શ્રીમાળી બનાસકાંઠા (દાંતીવાડા)