ખેડા પોલીસ કેમ્પ નજીક ગંભીર અક્સ્માતમાં પોલીસ કર્મી અને તેમની માતાનું કરુણ મોત
ખેડામાં એક ગમખ્વાર અકસ્માતે સ્વરુપ લીધુ હતું જેમાં પોલીસ કર્મી સહિત કુલ 2 લોકોના મોત નિપજ્યાં હતા. ખેડા પોલીસ કેમ્પ નજીક સર્જાયેલા ગંભીર અક્સમાતમાં પોલીસ કર્મી અને તેમની માતાનું કરુણ મોત થયું હતુ. મોડી રાત્રે ખેડા કેમ્પ તરફ જવાના રસ્તા ઉપર આઈટીઆઈ નજીક પોલીસ કર્મીની કાર ઝાડ સાથે અથડાઈ હતી જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો.