logo

પાટણ જિલ્લામાં હારીજ ચાણસ્મા રાધનપુર અને સિધ્ધપુર નગરપાલિકા/તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

16 મી ફેબ્રુઆરીના રોજ યોજાશે નગરપાલિકા/તાલુકા પંચાયતની ચૂંટણી અંગે મતદાન
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકા તેમજ કેટલીક જિલ્લા તાલુકા પંચાયતોની બેઠકોની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ મતદાનની તા.16/02/2025 નક્કી કરવામાં આવેલ છે. તેમજ મત ગણતરીની તા.18/02/2025 ની નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારી પત્રો ભરવાની તારીખ 01/02/2025 નક્કી કરવામાં આવી છે. જેમાં ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 03/02/2025 છે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 04/02/2025 છે. તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી 21/02/2025 ના રોજ પૂર્ણ જહેર કરવામાં આવશે.

રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજયની જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૬ નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની ૩ બેઠકો, નગરપાલિકાઓની ૨૧ બેઠકો, જિલ્લા પંચાયતોની ૯ બેઠકો તથા તાલુકા પંચાયતોની ૯૧ બેઠકોની પેટા ચૂંટણીઓ તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજવા રાજય ચૂંટણી આયોગે નકકી કરેલ છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં હારીજ ચાણસ્મા રાધનપુર અને સિધ્ધપુર નગરપાલિકા/તાલુકા પંચાયત ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે જનસંપર્ક અધિકારીશ્રી, પાટણ ની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

4
3452 views