*સુલતાનપુરની સીમમાં 18 ખેડૂતોના કેબલ વાયરની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી લેવાઈ*
સુલતાનપુર ગામની સીમમાં નદી કાંઠે અલગ અલગ 18 ખેડૂતોની વીજ મોટરમાંથી કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી. જે અંગે ખેડૂત દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવતાજ સુલતાનપુર પોલીસે તપાસ કરતા કેબલ વાયરની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી લીધી હતી. તેની પાસેથી કોપર વાયરનો 18 કિલો ભંગાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ જિલ્લા SP હિમકરસિંહ ની સૂચના અને DYSP કે.જી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ સુલતાનપુર પોલીસે અલગ અલગ ટિમ બનાવી પોકેટ કોપ, ઈ ગુજકોપ અને હ્યુમન સૉસિંગની મદદથી ગોંડલ તાલુકાનાસાગર ઉર્ફે મગરો ભરત વિકાણી રહે સાજડિયા, મહેશ ઉર્ફે બાવલો અતુલ સોલંકી, રહે દેરડી (કુંભાજી) શનિ અરવિંદ સોલંકી રહે દેરડી (કુંભાજી) વાળાને GJ32C 1275 નંબર વાળું એક મોટર સાઇકલ કિં. 10,000/-, ત્રણ મોબાઈલ કિં. 11,500/- બાળેલો કોપર વાયરનો ભંગાર 18 કિલો કિં. 10, 800/- સાથે ઝડપી પાડયા હતા આ ટોળકી સીમ વિસ્તારમાંથી પાણીની મોટરમાંથી કેબલ વાયર ચોરી તેને બાળી કોપર વાયર નો આ ભંગાર વેચી દેતી હોવાનું જાણવા મળ્યું છે. સુલતાનપુર ગ્રામજનો નિતેશભાઈ ભગવાનજીભાઈ બોઘાણી, લાલજીભાઈ બાબુભાઈ રૂપારેલીયા, રોહીતભાઇ વિઠલભાઇ ગોંડલીયા, નીતેષભાઈ વલ્લભભાઇ ગોંડલીયા, કિશોરભાઈ હંસરાજભાઈ ભાદાણી, વિમલભાઈ દામજીભાઈ પાંચાણી, કાળુભાઈ માવજીભાઇ પાંચાણી, અરવિંદભાઇ વલલભભાઈ બોઘાણી, ગોપાલભાઈ પોપટભાઇ ગોંડલીયા, મુકેશભાઈ ભીમજીભાઇ બોઘાણી, જેન્તીભાઇ બચુભાઇ બોઘાણી, મનસુખભાઈ મોહનભાઇ બોરડ, રમણીકભાઈ પરબતભાઈ બોઘાણી, પરિમલભાઈ પ્રવિણભાઈ ભાદાણી, બાબુભાઈ છગનભાઈ ભાદાણી, અશોકભાઈ જાગાભાઈ પાનસુરીયા, ભોળાભાઈ ચકુભાઇ વઘાસીયા, પરસોતમભાઈ વાલાભાઈ ભાદાણી સહિતના ખેડૂતોએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં કુલ 536 મીટર કેબલ કોપર વાયરની કિંમત 42,880/- ના મુદામાલની ચોરી થઈ થયાની ફરિયાદ કરી હતી. સુલતાનપુર પોલીસ PI એ.બી.કાકડીયા, ASI એચ.બી.ગરેજા, એમ.ટી.ચુડાસમા, જગદીશભાઈ ગોહેલ, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ સરિયા, અર્જુનભાઈ દવેરા, જયસુખભાઈ ગરામભડિયા, રણધીરસિંહ જાડેજા, અને વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.