logo

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદરા ગામના ખેડૂત જવાનસિંહ રાજપૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી

રોગ/જીવાતના નિયંત્રણ માટે રાસાયણિક દવાના બદલે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નીઅસ્ત્રના ઉપયોગથી ખેતીમાં સારું પરિણામ મળ્યું છે. - જવાનસિંહ રાજપૂત
પ્રાકૃતિક ખેતીના લીધે વરિયાળીના વાવેતરમાં ગત વર્ષે ૭૭ હજારથી વધુનો ચોખ્ખો નફો મળ્યો છે.- જવાનસિંહ રાજપૂત
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાથી પાટણ જિલ્લામાં ઘણાબધા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે. પ્રાકૃતિક ખેતીની મુહિમ પાટણ જિલ્લામાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. તાજેતરમાં પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદરા ગામના ખેડૂત જવાનસિંહ રાજપૂતે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ચાલો આપણે તેમની પ્રાકૃતિક ખેતી કરવાની પધ્ધતિ વિશે જાણીએ.
પ્રાકૃતિક ખેતી વિશે નેદરા ગામના ખેડૂત જવાનસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, હુ છેલ્લા ૨૦ વર્ષથી ખેતીના વ્યવસાયમાં જોડાયેલો છું. ૦૪ વર્ષથી આત્મા યોજનામાં જોડાયા બાદ મે ખેતીવાડી વિષય ઉપર તાલીમ તેમજ પ્રેરણા પ્રવાસ કરેલ જેમાં મને પ્રાકૃતિક ખેતી કરવાનો રસ જાગ્યો. ગત વર્ષે ખરીફ ઋતુમાં વરિયાળી ખેતરમાં વાવી હતી. હુ વાવણી પહેલાં હુ બીજામૃતનો પટ આપું છું જેના કારણે પાકને જમીનજન્ય રોગથી બચાવી શકાય. અખેતીમાં રોગ/જીવાતના નિયંત્રણ માટે રાસાયણિક દવાના બદલે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નીઅસ્ત્રનો ઉપયોગ કરું છું. જેના લીધે ના વાવેતરમાં ૭૭ હજારથી વધુનો ચોખ્ખો નફો મળ્યો છે.
આમ, જિલ્લાના ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અને રાજ્યપાલશ્રીના માર્ગદર્શનમાં દેશમાં પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશમાં દેશ આગળ વધી રહ્યો છે. દેશ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ ભારત તરફ કદમ તરફ છે.

9
2293 views