અમદાવાદમાં બે શખ્સ દ્વારા અંગત અદાવતમાં એક યુવકની કરાઈ હત્યા
અમદાવાદમાં ફરી એક હત્યાની ઘટનાએ સ્વરુપ લીધું છે જેમાં બે શખ્સો દ્વારા એક વ્યક્તિ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યારાઓને શોધવાની કવાયત હાથ ધરી છે.
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં જિગ્નેશ કડગરે નામક શખ્સની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. બે શખ્સો દ્વારા ભેગા મળીને યુવક પર છરી મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પહેલાની કોઈ વાતને લઈને અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું જણાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે મૃતક અને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સમગ્ર મામલે વાસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.