logo

શહેરી જનસુખાકારી અને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને વધારવા માટેની પ્રતિબદ્ધતા સાથે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં ₹605.48 કરોડ મંજૂર...

લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવશે...
પર્યાવરણ શુદ્ધિ અને સિટી બ્યુટીફિકેશનના હેતુથી 25 નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા ₹40 કરોડ ફાળવાશે...

13 નગરોમાં લાઇબ્રેરી-ગ્રંથાલય નિર્માણ માટે ₹39 કરોડ ફાળવવા મંજૂરી...
22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન અને સ્માર્ટ ગ્રંથાલય બનાવવા ₹33 કરોડની ફાળવણી....
આ ઉપરાંત, સ્ટોર્મ વોટર ડ્રેનેજ - આઉટ ગ્રોથ વિસ્તાર વિકાસ - શહેરી સડક યોજના - ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે ₹493.48 કરોડ ફાળવવામાં આવશે...

5
2609 views