logo

સ્ત્રીની ભરણપોષણની અરજી નામંજુર કરતી રાજુલાની ફેમીલીકોર્ટના પ્રીન્સીપાલ જજ સાહેબની અદાલત—રાજુલા



મહે. રાજુલાના પ્રીન્સીપલ જજ સાહેબની કોર્ટમાં, ફેમીલી કોર્ટ, ના ફો.૫.અ.નં.૧૧૩/૨૦૨૪ જેનો જુનો નંબર ૪૭/૨૦૨૧ ના કામે મહે. રાજુલાના પ્રીન્સીપલ જજ સાહેબની કોર્ટમા, ફેમીલીકોર્ટ રાજુલા માં ક્રિ.પ્રો.કોડની કલમ-૧૨૫ અન્વયે ભરણપોષણ મેળવવા અરજી હિંડોરણા ગામે રહેતી સ્ત્રી એ તેના પતી દર્શાવી અને ફિરોજભાઇ કાઇમહમદ દલ વિરૂધ્ધ અરજી કરેલ હતી, અને સદર અરજી નામદાર અદાલતમાં ચાલતી હતી તેમાં સામાવાળા તર્ક વિદવાન વકિલશ્રી વિપુલભાઈ બી. હાનાણી એ સામાવાળા તર્ક લડત આપી, અને અરજદારના પુરાવાનું ખંડન તથા સામાવાળા તર્ક ની દલીલો તેમજ રજુઆત કરેલ હતી, અને તે બદલ નામદાર રાજુલાની ફેમીલી કોર્ટ માં તા.૨૩/૧૨/૨૦૨૪ ના રોજ મહે. રાજુલાના ફેમીલીકોટના પ્રિન્સીપાલ જજ સાહેબ —માનનીય, માલતી શશિકાંતભાઇ સોની સાહેબ. એ ઠરાવ તથા હુકમ જાહેર કરતા પહેલા અરજદાર તથા સામાવાળાના લેખીત તથા મૌખીક પુરાવાઓ તેમજ મુદાઓ તેમજ કારણો તેમજ પુરાવાનું મુલ્યાંકન કરી નામદાર દાવારા ખુલ્લી અદાલતમાં હુકમ જાહેર કરી, અરજદારની ભરણપોષણની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવી અને ન્યાય નિર્ણય કરેલો. આમ ખોટું કરનારને કાયદો રક્ષણ ન આપે તેવું ઉદાહરણ જાહેર કરી અને સાચો ન્યાય નિર્ણય થયો છે અને આમ નામદાર અદાલત ઉપર નો પ્રજાજનોનો વિશ્વાસ અને ભરોસો કાયમ છે અને રહે તેવું ઉદાહરણ જાહેર થયેલ હોવાનું લોકોનું માનવું છે અને સદર કામમાં સામાવાળા તર્ક વિ.બી. હાનાણી એડવોકેટ તથા જે.બી.હાનાણી એડવોકેટ -રાજુલા વાળા રોકાયેલ હતાં.

227
4876 views