logo

મોવિયા કન્યા પ્રાથમિકશાળામાં દાતાઓશ્રીઓ દ્વારા ધાબળા, તલની ચીકી, નેઇલ પોલિશ અને ચાંદલાનું વિતરણ

મોવિયા કન્યા પ્રાથમિકશાળામાં આશકાબેન જાની તથા તેમની હેપીનેસ ટીમના સભ્યો ભવ્ય બળદેવ,કરનભાઈ વ્યાસ , આદિત્યભાઈ ઝાલા ઉપરોક્ત દાતાશ્રીઓના સહકારથી 1 જાન્યુઆરી, 2025ને બુધવારના રોજ વિદ્યાર્થીનીઓને ધાબળા, તલની ચીકી, નેઇલ પોલિશ અને ચાંદલાનું વિતરણ કરવામાં આવ્યું.

આ વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી આશકાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બાળકોને આ નાનકડા પણ ઉપયોગી અને આરોગ્યપ્રદ ઉપહાર માટે પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમમાં ગ્રામ્ય આગેવાન બટુકભાઈ ઠુંમર , સી.આરા.સી. ડિમ્પલબેન ભુત,સરપંચ શ્રી કંચનબેન ખુંટ તથા રોહિતભાઈ ખુંટ ,હરહંમેશ શાળાને મદદરૂપ એવા બદલીપામેલ શિક્ષક શ્રી અનુપમાબેન બેરા,એસ.એમ.સી.ના સભ્યો ,વાલીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ધાબળા વિતરણથી શિયાળાની ઋતુમાં બાળકોને ગરમ રાખવામાં મદદ મળશે, જ્યારે તલની ચીકીથી પૌષ્ટિક આહાર પ્રોત્સાહિત થશે. નેઇલ પોલિશ અને ચાંદલાનું વિતરણ ખાસ કરીને છોકરીઓના સજાવટી તત્વો માટે કરવામાં આવ્યું, જેથી તેઓમાં આત્મવિશ્વાસ અને આહલાદિતભાવ વધે.

શાળાના આચાર્ય શ્રી ઘોણીયા દીપકભાઈએ દાતાઓશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમનું સંકલન પ્રફુલભાઈ પંડ્યા,તુષારભાઈ સિધ્ધપરા અને સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા થયું હતું.

0
501 views