logo

ડીસામાં ત્રણ વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો: લઘુત્તમ તાપમાન 9.1 ડિગ્રી નોંધાયું, વહેલી સવારની જનજીવન પર અસર

ઉત્તર ભારતમાંથી આવી રહેલી શીત લહેરના કારણે ડીસામાં ઠંડીએ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
સોમવારે નોંધાયેલું 9.1 ડિગ્રી તાપમાન રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું, જે આજે શુક્રવારે પણ 9થી 10 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે.ઠંડીના કારણે શહેરની દૈનિક જીવનશૈલી પર વ્યાપક અસર જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં રાત્રિ દરમિયાન ધમધમતા બજારો અને હાઈવે વિસ્તારો હાલ મધરાતથી વહેલી સવાર સુધી સૂમસામ બની જાય છે. શાક માર્કેટ સહિતના બજારો મોડા ખૂલે છે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં મોડા પહોંચી રહ્યા છે.કડકડતી ઠંડીથી બચવા માટે લોકો વહેલી સવારથી જ તાપણાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાંથી આવી રહેલી શીત લહેરના કારણે આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવના છે.

12
974 views