logo

સુઇગામના નડાબેટમાં ભારત-પાક સરહદ પર સૂર્યનમસ્કાર, પતંગ મહોત્સવની ઊજવણી

મકર સંક્રાંતિના અવસરે નડાબેટમાં સૂર્યનમસ્કાર અને પતંગ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક લોકો, પ્રવાસીઓ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ ભાઈચારા અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સવારની આરંભથી જ સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં શારીરિક તંદુરસ્તી અને યોગનો મહિમા ઉજાગર થયો હતો. પતંગ મહોત્સવે રંગબેરંગી પતંગો આકાશમાં ઉડીને સૌનું મનોરંજન કર્યું હતું. બીએસએફ જવાનોએ પતંગ ચગાવીને ઉમંગ વધાર્યો હતો.

11
1674 views