શાહપુર પોલીસે ઉતરાયણ પહેલાં મા.પો.કમિશ્નર ના જાહેરનામા ભંગની કામગીરી કરી.*
ઉતરાયણ ના તહેવારમાં ચાયનીઝ દોરી અને તુક્કલ પર ના અમદાવાદના મા.પોલીસ કમિશ્નર ના જાહેરનામા મુજબ પ્રતિબંધ નું ઉલ્લંઘન કરતાં શાહપુર પોલીસે બે ઈસમો ની ચાઇનીઝ દોરી સાથે ધરપકડ કરી
ઉતરાયણ ની આગલી રાત્રે શાહપુર પોલીસ સ્ટેશન ના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર ખાંભલા અને દ્વિતીય પોલીસ ઇન્સ્પેકટર વાઘેલા ના માર્ગદર્શન હેઠળ શાહપુર ડી- સ્ટાફ પી એસ આઈ ભાટિયા અને ડી- સ્ટાફ પોલીસ કર્મચારીઓ દ્વારા તપાસ દરમ્યાન ૦૨ વ્યક્તિઓ પાસેથી અંદાજે ૫૫૦ નંઞ ચાયનીઝ ( રીલ ) દોરી નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો,
શાહપુર પોલીસ ટીમ ની આ સરાહનીય કામગીરી , સજાગતા અને પ્રજાલક્ષી સફળ કામગીરી ચોકકસ કહી શકાય.