logo

*તા ૧૭/૦૧/૨૦૨૫ના રોજ દિવ્યાંગ વ્યકિત માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામા આવશે*

ભારત સરકારના એનડીએફડીસી ,તથા એનસીએસ ડીએ ફોર વુમન વડોદરા તથા અમદાવાદ ,તથા અમેરીકન ઈન્ડીયન ફાઉન્ડેશન તેમજ ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી ,તરસાલી,વડોદરાના સંયુકત ઉપક્રમે ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા માત્ર મુક બધીર ,શ્રવણ હીનતા તેમજ પગની દિવાયાંગતા ધરાવતા લોકોમોટોર ડીસેબીલીટી ધરાવતા શારીરીક અને માનસીક રીતે સ્વતંત્ર રીતે હલનચલન તેમજ મુસાફરી કરી શકે તેવા અને બંને હાથથી કામ કરી શકે તેવા ૧૮ થી ૪૦ વર્ષના ધો.8.પાસ,10 પાસ ,૧૨ પાસ,આઈટીઆઈ,ડીપ્લોમા,ગ્રેજયુએટ (ટેકનીકલ અને નોન ટેકનીકલ),માસ્ટર (ટેકનીકલ અને નોન ટેકનીકલ ) લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી ,પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે તા ૧૭.૦૧.૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૦૦ વાગેથી અકોટા સ્ટેડિયમ, વડોદરા ખાતે માત્ર દિવ્યાંગ વ્યકિત માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેલો યોજવામા આવશે

જેમા વડોદરા અને આજુબાજુના 20 જેટલા જીલ્લા તેમજ તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની, કોન્ટ્રાકટ અને એપ્રેન્ટીસની જરુરીયાત મુજબ ઓપરેશન, મેન્ટેનન્સ, કવાલીટી જેવા ટેકનીકલ રોલ માટે તેમજ એડમીન, , પેકર, હેલ્પર, શોર્ટર ,ટેલીકોલર, સેલ્સ, માર્કેટીંગ,ઓપરેટર જેવી ૪૫૦ જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઈન્ટરવ્યુ કરીને પ્રાથમીક પસંદગી કરવામા આવશે.

ભરતી મેલા સાથે દિવ્યાંગ ઉમેદવારોને સ્વરોજગાર ,ઉધ્યોગ સાહસીકતા અંગે તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ કોર્ષ તાલીમ , દિવ્યાંગજન માટેની લોન સહાય યોજના અંગે વિના મુલ્યે માર્ગદર્શન આપવામા આવશે તેમજ રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ એનસીએસ પોર્ટલ પર ઓનલાઈન રોજગારી શોધવા માટે નામ નોંધણી કરવામા આવશે .

રોજગાર ભરતી મેલા અને સ્વરોજગાર માર્ગદર્શન માટે રસ ધરાવતા ઉપર જણાવેલ પ્રકારની દિવ્યાંગતા -ડીસેબીલીટી ધરાવતા ઉમેદવારોએ તેમના 5 રીઝયુમની નકલ તેમજ દિવ્યાંગતા (ડીસેબીલીટી )પ્રમાણપત્ર અને આધારકાર્ડ સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામા આવે છે .
.

26
4660 views