
Dhanura Arvlli Gujarat 383310
આથી સર્વે જીલ્લા એફીલેટ યુનિટના પ્રતિનિધિશ્રીઓને જણાવવાનું કે સ્પે.ખેલમહાકુંભના સુચારુ આયોજન હેતુસર પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત માન્ય રાજ્યકક્ષા મંડળ (નોડલ) દ્વારા તારીખ ૧૪/૧૨/૨૦૨૪ના રોજ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મીટીંગ કરવામાં આવેલ હતી જેમાં આપના તરફથી અનેક સજેશન કરવામાં આવ્યા હતા અને સ્પોર્ટ્સ ઓર્થોરીટી ઓફ ગુજરાતના પદાધિકારીઓ,અધિકારીશ્રીઓ સાથે જીલ્લાકક્ષાએ પડતા પશ્નોનું નિરાકરણ હેતુસર મીટીંગનું આયોજન કરવા જણાવેલ હતું જે આપ સર્વેની જાણ સારું
સદરહુ બાબતે આજ રોજ તારીખ ૦૬/૦૧/૨૦૨૫ના રોજ શ્રી આર.એસ નિનામા, આઇ.એ.એસ ડાયરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અધ્યક્ષતાએ શ્રી અમિતભાઈ ગામીત આસી.ડાયરેક્ટર, સ્પે.ખેલમહાકુંભ ટીમ લીડર જાડેજા સાહેબશ્રી અને હાર્દિક ભાઈ તેમજ અન્ય સબંધિત અધિકારીશ્રીઓ હાજર રહી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું સમયના અભાવના કારણે સર્વે પ્રતિનિધિશ્રીઓને બોલાવી શકાય તેમ ન હતું જેથી ઝોન પ્રમાણે ભાવનગરથી ઇલાબેન દવે નરેશભાઈ ગોહિલ, મનસુખભાઈ સોલંકી અરવલ્લીથી વિનોદભાઈ પટેલ ખેડાથી રાકેશભાઈ ચાવડા અને મહેસાણાથી અશોકભાઈ પટેલ, સુરેખાબેન પટેલ ઉપસ્થિત રહી જીલ્લાકક્ષાએ પડતી મુશ્કેલીઓના નિરાકરણ, પેરા રમતવીરોની ટ્રેનીંગ(તાલીમ) અને એસોસિએશનને લગતા પશ્નોના નિરાકરણ માટેની રજૂઆત કરેલ છે જે બદલ આપ સર્વેનો ખુબ ખુબ આભાર JAYESH Mangalbhai Patel