
આઝાદી બાદ કોઈપણ સરકારે Land revenue code -1879 ,anancy act -1948 અને ખેડે તેની જમીન સને-૧૯૫૭ ના સુત્રનુ અમલબજાવણી ન કરવાથી આદીવાસી ની જમીન બિન આદીવાસી પચાવી પાડે છે.
આદીવાસીઓની જમીનો બિનઆદીવાસી એટલે પચાવી પાડે છે.કે તમામ સરકારોએ જમીનને લગતાં કાયદા પ્રમાણે કામ કર્યું નથી.
૧૯૪૭ પહેલાથી પણ જમીન ખેડતાં ખેડુતો જમીનના માલીક હોવાછતાં ગણોતિયા તરીકે ગણી આદીવાસીઓને અન્યાય
પડકાર : દેશ કે રાજ્યમાં વારંવાર આદીવાસીઓની જમીનો પચાવી પાડવાની વાતોનો શિલશિલો અવિરતપણે ચાલુ જ છે.કારણ કે ભારત દેશ આઝાદ થયાને ૭૭ વર્ષ થયાં છતાં હજુ પણ આદીવાસીઓની કબજા હેઠળની જમીન ખરેખર તેઓ જમીનના માલીક હોવા છતાં ગુજરાત સરકાર, ગુજરાત Land revenue code - ૧૮૭૯ થી લાગુ પડેલ છે.અને Tenancy કાયદો -૧૯૪૮ માં પસાર કરેલ છે.અને તા.૦૧/૦૪/૧૯૫૭ થી ખેડે તેની જમીનનું સૂત્ર આપીને ખરેખર આદીવાસી જેઓ વર્ષો જૂના ખેતીની જમીનના માલિક છે.તેઓને ગણોતિયા તરીકે ગણીને આદીવાસીઓને અન્યાય કરેલ છે.તે કારણે ૧૯૫૦ થી કે તે પહેલાં થી પણ ખેડતાં ખેડુતો સાથે ભારોભાર અન્યાય થયેલ છે.આ બાબતે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગામ -માડા ,ખતલવાડા (માલખેત) માણેકપુરના ખેડુતોની કુલ -૨૭૨ એકર જમીન આદીવાસી ખેડુતોના નામે કરવાનું પ્રકરણ - ૨૦૧૯ થી પેન્ડિંગ છે.તેવી જ પરિસ્થિતિ સુરત જિલ્લાના તાલુકાઓ ઉમરપાડા, માંગરોળ, ઓલપાડ, પલસાણા, બારડોલી અને ચોર્યાસી તથા તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાઓમાં પણ આદીવાસીઓ વર્ષ -૧૯૪૭ પહેલાં થી ખેતી કરતાં આવેલાં છે.એ તમામ પ્રકરણ સરકારના અધિકારીઓ કલેકટર,નાયબ કલેકટર, મામલતદાર,નાયબ મામલતદાર વગેરેઓએ રેવન્યુ રેકોર્ડના ૭/૧૨,૮-અ માં અસર ન આપવાથી આદીવાસીઓની જમીનો બિન આદીવાસીઓ પચાવી પાડતાં રહ્યાં છે.ઉપરથી બિન આદીવાસીઓને સરકારોનો હંમેશાં આશીર્વાદ રહેલો છે.આખરે આદીવાસી ખેડુતો ઓફિસોમાં ધકકા ખાઈ ખાઈને કોર્ટ કચેરીઓમાં જાય છે.અને કોર્ટનું ભારણ પણ સરકારો અને અધિકારીઓની સેવામાં ખામીને કારણે વધ્યું છે.ઉપરાંત નામદાર હાઈકોર્ટમાં પણ વર્ષોથી કેસો પેન્ડિંગ છે.તે કારણે ગરીબ આદીવાસીઓને ન્યાય મળતો નથી. તેમજ સરકારી વકીલો પણ આવા કેસોમાં યોગ્ય અને અસરકારક રજુઆત કરતાં નથી.તે કારણે ગુજરાતના આદીવાસી ખેડુતો હતાશ થઈને બેઠો છે.
આવી પરિસ્થિતિમાં દેશમાં કાયદાઓ આદીવાસીઓના ભીંતમાં બન્યાં છે.પણ તે બ્રાહ્મણવાદી કે મુડીવાદી સરકારોને કારણે તથા તેવી સરકારોના ગુલામ અધિકારીઓના કારણે કાયદો કાયદાનું કામ કરતો નથી. તેવા સંજોગો ગુજરાત કે દેશમાં હોવાના કારણે દેશનો મૂળ માલિક મજુર બનીને બેઠો છે.અને કૃત્રિમ વ્યવસ્થા પર નહી પણ કુદરતી નિર્ણય કંઈ કરશે તેવી આશા લઈને બેઠો છે.
આનંદ વસાવા