ભુજ તાલુકા મા લેર ગામ પાસે આવેલ શ્રી બાલાજી સન્યાસી સંતોષ આશ્રમ (હનુમાન મઢી ) મા મહંત શ્રી બુદ્ધનંદગીરી બાપુ ના સાનિધ્ય મા યોજાયું મહાકુંભ યજ્ઞ
ભુજ.
ભુજ તાલુકા મા લેર ગામ પાસે આવેલ શ્રી બાલાજી સન્યાસી સંતોષ આશ્રમ (હનુમાન મઢી ) મા મહંત શ્રી બુદ્ધનંદગીરી બાપુ ના સાનિધ્ય મા યોજાયું મહાકુંભ યજ્ઞ જેમાં આશ્રમ સાથે જોડાયેલ સેવકગણો અને હિન્દૂ પરિવારો પોતાના ઘરે થી જળ લઇ આવી ને એ જળ ને કુંભ યજ્ઞ મા પધરાવ્યું.
આજના આ પાવન પ્રસંગ મા કુંભ યજ્ઞ, મહાપ્રસાદ, અને સંતવાણી નો અનેરો કાર્યક્રમ યોજાયું.
ભજન મા કલાકાર તરીકે દલસુખભાઈ પ્રજાપતિ, બાબુભાઇ આહીર, મહેન્દ્ર ભાઈ અબચુગ હાજરી આપી.
આજના આ પાવન પ્રસંગે માધાપર ગામ મા આવેલ ગ્રીન સીટી મધ્યે રહેતા 40 બાળકો દ્વારા હનુમાન ચાલીશા ના પઠન કરવા મા આવ્યું અને માહોલ ભક્તિમય થઇ ગયું હતું.
મહાપ્રસાદ ના દાતા તરીકે સ્વ. દેવજીભાઈ હધુભાઈ કાગી અને સ્વ. પુંજાભાઈ હધુભાઈ કાગી પરિવાર રહ્યા.