logo

ઐઠોરમાં તાલુકા ભાજપ યુવા પ્રમુખ અને પૂર્વ સરપંચે 70 વર્ષના વૃદ્ધને મારમાર્યો બંનૈ પિતા-પુત્ર વિરુદ્ધ ઉનાવા પોલૌંસ મથકમાં ફરિયાદ

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પોતાના _ઘરે બેઠેલ આધેડના ઘરે ઊંઝા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ અને અન્ય શખ્સે અપશબ્દો બોલતાં -બોલવાની ના પાડતાં આધેડને જોરથી ધક્કો મારી ગડદાપાટુનો માર મારતાં વચ્ચે છોડવવા આવેલ યુવાનને પણ ગડદાપાટુનો માર મારતાં ઐઠોર પૂર્વ સરપંચ સહિત બંને પિતા-પુત્ર વિરુદ્ધ - ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે -ચૌધરી વાસમાં રહેતા માધાભાઈ - મેઘજીભાઈ ચૌધરી (ઉં.વ 70) - રાત્રિના પોતાના પરિવાર સાથે બેસી વાતચીત કરી રહ્યા હતા. તે ગામના જ સુરેશભાઈ પરસોતમભાઈ પટેલ અને ઊંઝા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ કશ્યપ સુરેશભાઈ પટેલ પૂર્વ સરપંચ ઐઠોરે આવી મા બહેન સામે ગંદી ગાળો બોલતા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતા ધક્કો મારી નીચે પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં વચ્ચે છોડવવા

મિતુલ નારાયણભાઈ ચૌધરી પડતાં તેને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી અન્ય મહોલ્લાના લોકો આવી જતા કહેતા હતા કે આજે તમો બચી ગયા છો. ફરીથી સામે પડશો તો જાનથી મારી નાંખશું તેવી ધમકીઓ આપી હતી. જેથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે ઊંઝા કોટેજ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમા વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે માધાભાઈ મેઘજીભાઈ ચૌધરીના નિવેદને આધારે સુરેશભાઈ પરસોતમભાઈ પટેલ અને પૂર્વ સરપંચ કશ્યપ સુરેશભાઈ પટેલ બન્ને રહે ઐઠોર તા ઊંઝા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

0
95 views