logo

જંબુસર તાલુકામાં ડાભા દેવકોઈ નહેર લીકેજ થવાના કારણે ધરતીપુત્રના ખેતરમાં પાણી ભરાઈ ગયા

ડાભા ટુ નર્મદા કેનાલ દેવકુઈ વિસ્તારના ખેતરમાં પાણી ભરાતા ધરતીપુત્ર અને નુકસાન
જંબુસર નર્મદા કેનાલ વખતો વખત વિવાદમાં સપડાતી હોય છે. જંબુસર પંથકમાં નર્મદા નિગમ દ્વારા બનાવવામાં આવેલ નહેરોનું તકલાદી કામને લઈ વારંવાર લીકેજ,તૂટી જવાના, ગાબડા પડવાના બનાવો બનતા હોય છે. અને ધરતીપુત્રો દ્વારા આ નેહરો અંગે વખતો વખત રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે. તેમ છતાંય આ અધિકારીઓ ટસના મસ થતા નથી અને ધરતીપુત્રને વારંવાર નુકસાની નો સામનો કરવો પડે છે.હાલ જંબુસર તાલુકામાં ડાભા ટુ નર્મદા કેનાલ દેવકોઈ વિસ્તારમાં નહેર લીકેજ થવાના કારણે ધરતીપુત્રના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. અને ધરતીપુત્રોને પાકને નુકસાન થવા પામ્યું છે. જે અંગે ખેડૂતે વારંવાર રજૂઆતો કરી છે. છતાંય આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી વહેલી તકે નહેર લીકેજ બંધ કરવામાં આવે તેમ ધરતીપુત્ર ઈચ્છી રહ્યા છે.

1
2012 views