વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી. તેમણે એક્સ-પોસ્ટમાં તેમની સાથે તસવીરો શેર કરી અને લખ્યું, 'ભારત તેમના સૌથી આદરણીય નેતા ડો. મનમોહન સિંહ જીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. તેઓ નાણાપ્રધાન સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષોથી અમારી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. આપણા વડાપ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે ભરપૂર પ્રયાસો કર્યા.'