
ગુજરાત પત્રકાર સંઘની સામાન્ય સભા અને સ્નેહ મિલન સમારંભ અમદાવાદ ખાતે યોજાયો.
*ગુજરાત પત્રકાર સંઘ ની આજ સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન લાલબાગ ખાતે યોજાયેલ સામાન્ય સભા અને દીપોત્સવી સ્નેહ સંમેલન માં ગુજરાત પત્રકાર સંઘના મોટી સંખ્યામાં અનેક જાણીતા અને સન્માનનીય પત્રકારોની હાજરીમાં સમારંભના પ્રમુખ ગુજરાત અને વિશ્વપ્રસિદ્ધ લોકસાહિત્યકાર , અખબારોના આર્ટીકલ લેખક પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત જોરાવરસિંહ જાદવ ના વરદ હસ્તે વિરમગામી ભૂદેવ ગ્રુપ અમદાવાદ વિરમગામ સંસ્થાના પરિવારના દીકરી પૂર્વીબેન કમલ નયન ત્રિવેદી ની તેમની શોર્ટ ફિલ્મ "જઠરે શયનમ્" દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત થવા બદલ પુષ્પહાર શાલ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની તસ્વીરમાં ગુજરાત પત્રકાર સંઘના 30 વર્ષ થી સુકાન સંભાળતા પ્રમુખશ્રી બી.આર.પ્રજાપતિ પૂર્વીબેન નો પરિચય આપી રહ્યા છે તથા પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંત ભાઈ મહેતા અને ગુજરાત પત્રકાર સંઘનાહોદ્દેદારો ઉપસ્થિત છે. વિરમગામી ભૂદેવ ગ્રુપ અમદાવાદ વિરમગામ સંસ્થા ભૂદેવ સમાજ ની દીકરી પૂર્વીબેન ત્રિવેદીનું દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવવા બદલ વિશેષ સન્માન કરવા બદલ ગુજરાત પત્રકાર સંઘ અને પ્રમુખશ્રી બી.આર. પ્રજાપતિ નો આભાર વ્યક્ત કરે છે*