logo

નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે હજારની સંખ્યામાં મધ્યાન ભોજન યોજના MDM કર્મચારીઓએ NGO નો વિરોધ કર્યો

તા.26/12/2024
સ્થળ-: દેવમોગરા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે દક્ષિણ ગુજરાતના તેમજ 6 આદિવાસી જિલ્લાના હજારોની સંખ્યામાં મધ્યાન ભોજન MDM ના કર્મચારીઓએ NGOઓનો વિરોધ કર્યો મધ્યાન ભોજન યોજના એનજીઓને સોંપવાની સરકારની તૈયારી. 6 જિલ્લા ના એમડીએમ ના કર્મચારીઓ ભેગા થઈ દેવમોગરા ખાતે એનજીઓનો વિરોધ કર્યો કર્મચારીઓએ જણાવ્યું કે સરકાર એક બાજુ રોજગારીની વાત કરે છે અને એક બાજુ રોજગારી છીનવી રહી છે મધ્યાન ભોજન યોજનામાં મોટાભાગે વિધવા મહિલાઓ રોજગારી મેળવે છે અને જો એ પણ છીનવાઈ જશે તો આ વિધવા મહિલાઓ વિધવા બહેનો કઈ રીતે રોજગારી મેળવશે. મધ્યાન ભોજન યોજના NGOને આપવામાં આવશે. તો અમે આંદોલન કરીશું અમે વિરોધ પ્રદર્શન કરીશું. મધ્યાન ભોજન યોજના NGOને આપશે તો ગુણવત્તા ભર્યું પૌષ્ટિક આહાર ના મળશે એનજીઓ રાત્રે બે થી ત્રણ વાગે ભોજન બનાવશે અને એ બપોરે એક બે વાગે બાળકોને આપવામાં આવશે તો એમાં ગુણવત્તા ભર્યું પૌષ્ટિક આહાર ના મળશે સરકાર જો આ યોજના મધ્યાન ભોજન યોજના આપશે તો અમે આંદોલનો કરીશું ધરણા પર બેસી છું તેમ એમડીએમના કર્મચારીઓએ જણાવ્યું.

0
12 views