logo

રાષ્ટ્રીય બહુજન સેવા સંઘ ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જાહેરમાં અપમાન કરવા અંગે સંતરામપુર મામલતદાર મારફતે મહામહિમ રાષ્ટ્રપતી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં રાષ્ટ્રીય બહુજન સેવા સંઘ ફાઉન્ડેશન દ્વારા એક આવેદનપત્ર આપવાનું થયું છે, જેમાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના વિવાદિત નિવેદનના વિરોધમાં પગલાં ભરાયા છે. જેમાં તેમણે ભારતના સંવિધાનના ઘડવૈયા, વિશ્વ વિભૂતિ અને શ્રેષ્ઠતા માટે લડનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જાહેરમાં અપમાન કર્યું હતું.
આ અવમાનના સામે રાષ્ટ્રીય બહુજન સેવા સંઘ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય મુખ્ય સંયોજક, શ્રી અમીત પરમારની નેતૃત્વ હેઠળ આજ રોજ રજુ કરવામાં આવેલ આવેદનપત્રમાં આ નિવેદનનો પ્રતિકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફાઉન્ડેશનના અન્ય આગેવાનો પણ આવેદનપત્રના ભાગરૂપે હાજર રહ્યા હતા, જેમણે આ નિવેદનના વિરોધમાં સખત પગલાં લેવાનો સંકલ્પ કર્યો છે.
આ તકે અમિતભાઈ પરમાર,દલસુખભાઈ બામણીયા, પર્વતભાઈ ડામોર, ફારૂકભાઈ શેખ, જશવંત વણકર, તલ્હા અરબ, કિશોરભાઈ વણકર, હારું મુલતાની, પ્રેમચંદભાઈ વણકર, શૈલેષભાઈ બામણીયા અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.

1
290 views