logo

કોલવાણ ગ્રામ પંચાયતમાં લોકસંગીતમાં ફરજ બજાવતાં નિષ્ઠાવાન તલાટી કમ મંત્રી ની રાજકીય કિન્નાખોરીથી બદલી કરાતાં રાણીપુર સરપંચ,તા.પં. સભ્ય,ભારત આદીવાસી સંવિધાન સૈના તથા આપના આગેવાનો દ્વારા સ્ટે લગાવવા આવેદન પત્ર જિ,વિ.અધિકારી નર્મદાને રવાના

તલાટી કમ મંત્રીની બદલી બાબતે નારાજ ભારત આદીવાસી સંવિધાન સેના,ભાજપ ,આપ અને સરપંચ ના સંયુક્ત બદલી પર સ્ટે લાવવા આવેદનપત્ર


કોલવાણ-રાણીપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રીની ખોટુ નહીઅને કચાશ કામગીરીને સહકાર નહી, રાજકીય કિન્નાખોરીથી બદલી


કોલવાણ-રાણીપુર તલાટીની બદલી પર સ્ટે નહી આવે તો ધરણા કરવાની આગેવાનોની ચિમકી


સાગબારા તા.૧૮મી ડિસેમ્બર ૨૦૨૪


કોલવાણ ગ્રામ પંચાયત તા.સાગબારા જિ. નર્મદામાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન રહીમુદૃીન ની જાણવા મળી માહીતી મુજબ કોલવાણ ગ્રામ પંચાયતમાંથી બદલી થઈ છે.

જે સંદર્ભમાં નારાજ ભારત આદીવાસી સંવિધાન સેના,ભાજપ,સરપંચ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું છે.કે, કોલવાણ ગ્રામ પંચાયતમાં છેલ્લાં આશરે એક વર્ષ ઉપરથી ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન રહીમુદૃીન એક નિષ્ઠાવાન અને કર્મીષ્ઢ અને રેગ્યુલર ફરજ બજાવી લોક ચાહના સાથે લોકમાં ખુબ જ માફક આવી સારામાં સારી ડયુટી નિભાવી છે.અને કોઈ દીવસ તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન રહીમુદૃીને ખોટુ કરતા નથી કે ખોટું થવા દેતાં ન હોવાને કારણે પ્રજાજનો માટે યોગ્ય કર્મચારી હતાં. અને છેલ્લાં ઘણાં વર્ષોથી કોલવાણ ગ્રામ પંચાયતમાં અમારી જાણ મુજબ અમને પહેલીવાર નિષ્ઠાવાન કર્મચારી મળ્યાં હતાં.અને તેઓશ્રીએ કોઈ કામકાજ હોય તો લોકના ફોન રેગ્યુલર રીસીવ કરતાં હતાં.અને ભુલેચુકે ફોન રીસીવ ના થાય તો મિસકોલ જોઈને પણ રીપ્લાય ફોન કરતાં હતાં.અને બધાં લોકોને સમાન ગણી કોઈ કામકાજ બાબતે લોકોના ઘરે પહોચી કામકાજ કરતાં હતાં.તે કારણે અમો ગ્રામજનો ને પહેલાં જેવી તલાટી કમ મંત્રીના કામકાજ બાબતે હેરાનગતિ થઈ નથી.અને ગ્રામજનો તરફથી તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન રહીમુદૃીન બાબતે કોઈ ફરિયાદ પણ નથી.


પરંતું અમારી જાણવા મળ્યાં મુજબ તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન આર ની બદલી એક રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી છે.કારણ કે તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન આર હજાર લોકો ચાહના કરતાં હતાં.પરંતુ લોકહીતમા તે ખોટુ કરતા અચકાતા હતાં.પરંતુ વિસ્તારના બે -ત્રણ પ્રતિનિધીઓ કોન્ટ્રાકટરોને માફક આવતાં ન હતાં.કારણ કામકાજની કચાશ બાબતે સંતોષકારક કામગીરી ન જણાય તો તલાટી કમ મંત્રી સહકાર આપતાં ન હતાં.તે કારણે ખોટુ કરીને સરકારના પૈસા યોજનાના નામે શોષણ અને ભ્રષ્ટાચાર કરનાર લોકપ્રતિનિધિઓએ સરકારમાં દખલગીરી કરી અને ‌બે-ત્રણ પ્રતિનિધીઓ અને કોન્ટ્રાકટરે‌લોકોએ આપેલી સત્તાનો ગેરઉપયોગ કરી,એજ પાવર આપતાં લોકોને બદલી તલાટી કમ મંત્રીની કરાઈ છે.તે યોગ્ય નથી.અને સત્તામાં રહેલાં લોકો સત્તાનો અયોગ્ય ઉપયોગ કરી રહ્યાં છે.કારણ બેત્રણ વ્યક્તિઓના ફાયદા ખાતર હજારો લોકોને માફક આવતાં કર્મચારીની બદલી અમને પોષાય એમ નથી.

લોકહીતમાં સંદિગ્ધ કામગીરી કરનાર અને ઉત્કૃષ્ટ સેવા બજાવનાર કોલવાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન આર.ની બદલી પર સ્ટે લાવી અમારી કોલવાણ ગ્રામ પંચાયતમાં રાબેતામુજબ તલાંટી કમ મંત્રી કાજી જૈનુલાબેદૃીન આર.ની ડયુટી કાયમ રહે તે માટે વહીવટીતંત્ર ધ્યાન આપે એવી લોકમાંગ છે.અને જો અમારૂં વહીવટી સાંભળશે નહી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.એવી ચિમકી ઉચ્ચારી હતી.આવેદનપત્ર ભારત આદીવાસી સેનાના કાર્યકર આનંદ વસાવા,તા.પં.ના સબ
સભ્ય સુરેશભાઈ, રાણીપુર ગ્રામ પંચાયતના સરપંચ શાંતિલાલ અને આમ આદમી પાર્ટીના કાર્યકર‌ અનિલભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

0
0 views