પરમ પૂજ્ય મોરારી બાપુની દિવ્ય વાણી અને આધ્યાત્મિક માર્ગદર્શન દરેક માનવી માટે પ્રેરણાસ્ત્રોત છે. પૂજ્ય બાપુ તેમના પ્રવચનમ
પરમ પૂજ્ય મોરારી બાપુની દિવ્ય વાણી અને આધ્યાત્મિક માર્ગદર્શન દરેક માનવી માટે પ્રેરણાસ્ત્રોત છે. પૂજ્ય બાપુ તેમના પ્રવચનમાં અવારનવાર આપણાં રાજ્યના યુવા અને કર્તવ્યનિષ્ઠ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને જનસેવાના સંકલ્પની સરાહના કરતા હોય છે. આદર્શ શિક્ષણ મંત્રી તરીકે તેમની કામગીરી નોંધનીય છે. તેઓ કામરેજ વિધાનસભાના જનપ્રતિનિધિના નાતે સદાય જનહિતના કામો અને રાષ્ટ્રસેવામાં સક્રિય હોય છે, ત્યારે વિસ્તારના નાગરિક તરીકે ગૌરવની લાગણી અનુભવાય છે.પ્રખ્યાત રામકથાકાર, પરમ પૂજ્ય મોરારી બાપુના પ્રેમ, સત્ય અને કરુણાના સંદેશ સાથે સમાજમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારનું પાલન થતું રહે છે. પૂજ્ય બાપુની અદ્વિતીય પ્રતિભા અને પ્રવચનો આપણા જીવનને પ્રેરણા આપતા રહે છે. આવી પ્રેરણાદાયી હિન્દુપરંપરાને જીવંત રાખી, આપણે સૌ બાપુના માર્ગદર્શન પર ચાલીને સમાજ માટે ઉત્તમ કાર્ય કરીએ તેમજ દેશના શ્રેષ્ઠ નાગરિક બનીએ... પૂજ્ય બાપુને વંદન;શિક્ષણ મંત્રીની કર્મશીલતાને નમન..જય શ્રી રામ!