દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામ માં થી પી.એચ.સી. સેન્ટર ગોઢ ગામ મા લઇ જવા તજવીજ હાથ ધરાતા ગામ લોકો એ ને આજુબાજુ ના 20 ગામ ના લોકો એ વિરોધ નોંધાવ્યો.....
દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામ માં પી.એચ.સી.સેન્ટર આવેલું છે ત્યાં થી દાંતીવાડા તાલુકાના ગોઢ ગામ માં લઇ જવા માટે તજવીજ હાથ ધરાતા ગામ લોકો ને આજુ બાજુના 20 ગામ ના લોકો એ વિરોધ નોંધાવી પી.એચ.સી.સેન્ટર ભાકોદર ગામ માં જ રાખવા માં આવે એ માટે દાંતીવાડા તાલુકાના મેડિકલ ઓફિસર શ્રી ને અને જિલ્લા ના મેડિકલ ઓફિસર શ્રી ને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી.. ભાકોદર ગામ પાંથાવાડા હાઇવે પર આવેલું હોવાથી લોકો ને આવાજવા માં સહેલાઇ પડે છે એ માટે થઈને લોકો પી.એચ.સી.સેન્ટર ભાકોદર રાખવા માટે વર્તમાન સમય ના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ એ પણ જિલ્લા કલેકટર શ્રી ને પત્ર લખી રજુઆત કરી છે કે પી.એચ.સી સેન્ટર ભાકોદર ખાતે યથાવત રાખવા મા આવે જેથી કરીને ને લોકો ને સારવાર કરાવવા માટે સહેલાઇ પડે.. ગામ લોકો ની સાથે સાથે ભાકોદર પી.એચ.સી.માં આવતી આશાવર્કરો એ પણ વિરોધ નોંધાવી સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો... અહેવાલ બનાસકાંઠા ભાનુ શ્રીમાળી (દાંતીવાડા)