
ભરૂચ
સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી-યાત્ર જંબુસર તાલુકાના અણખી ગામેઆવતાં ભવ્ય સ્વાગત કરાયું
જંબુસર ગાંધીજીએ કરેલા મીઠાના સત્યાગ્રહના માર્ગે અમદાવાદના 40 NCC ના ક્રેડેટ્સે સાબરમતી આશ્રમથી દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારક સુધી 410 કિલોમીટર યાત્રા નીકળી છે.આ 40 ક્રેડેટ્સના ભરૂચ જિલ્લાના અણખી ગામમાં આવી પહોંચ્યા હતાં.તેઓની ભવ્ય સ્વાગત કરાયુ હતું.ઐતિહાસિક દાંડી માર્ચને અદભુત શ્રદ્ધાંજલિ રૂપે, 20 યુવક અને 20 યુવતીઓ સહિત ગુજરાતના 40 NCC કેડેટ્સે સાબરમતી આશ્રમથી દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારક સુધી 14 દિવસની કૂચ કરી છે. કુલ 410 કિલોમીટર લાંબી આ યાત્રા 10 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થઈ હતી અને 23 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થનાર છે.આ ક્રેડેટ્સ દરરોજ આશરે 40 કિલોમીટરનું અંતર કવર કરીને,દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો છે.આ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ઉદ્દેશ્યો અને મૂલ્યોને પુનર્જીવિત કરવા પડશે.આ અંતર્ગત યુવાનોને વ્યસનથી દૂર રાખવા અને સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલી યાદોને તાજી કરવાના પ્રયાસો કરવામાં આવનાર છે.આ યાત્રા આજે ભરૂચ જિલ્લાનાજંબુસર તાલુકાના અણખી ગામ ખાતે આવી પહોંચી હતી.આ 40 ક્રેડેટ્સનું શાળાના વિદ્યાર્થીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.આ ક્રેડેટ્સ સમગ્ર દાંડી માર્ગ પર ફરીને લોકોના ફૂલોની વર્ષા કરી સુંદર આવકાર કર્યો હતો.આ સમયે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા.આ દાંડી યાત્રાને લઈએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.