આજ રોજ કુકરવાડા એપીએમસી ખાતે "રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૪" યોજાયો
આજ રોજ કુકરવાડા એપીએમસી ખાતે "રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૪" યોજાયોમિહિર પટેલ નો રીપોર્ટ કુકરવાડા થીઆજ રોજ કુકરવાડા એપીએમસી ખાતે "રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૪" યોજાયો. આ કાર્યક્રમમાં વિજાપુર ના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડા સાથે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ભરતભાઈ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી આશાબેન, ખેતી નિયામક અધિકારી , સરપંચ ભગવતીબેન ,મામલતદાર ,ટીડીઈઓ તથા સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આજે બનાસકાંઠાના દાંતીવાડા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024 નો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો. જે અંતર્ગત કુકરવાડા ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો અને કૃષિ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું અને લાભાર્થી ખેડૂતોને ચેક અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતાકૃષિ મહોત્સવ અંતર્ગત કરવામાં આવતા કૃષિ પ્રદર્શન ખેડૂતો માટે આધુનિક કૃષિ ટેક્નોલોજી અને ઈનોવેશન્સ, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન વગેરે બાબતે જાણવા ખૂબ ઉપયોગી બની રહેશે.