રિપોર્ટ -vijay bhuriya
આજ રોજ મોજે. વટેડા પ્રાથમિક શાળા ની આકસ્મિક શાળા મુલાકાત માન. કલેકટર સાહેબ,દાહોદ દ્વારા લેવામાં આવેલ હતી. કલેક્ટર શ્રીએ માર્મિક શૈલી દ્વારા ધોરણ ૧ અને ૨ ના બાળકોને પ્રશ્નોતરી કરી શિક્ષણની ગુણવત્તા ચકાસી હતી. બાળકોએ સંતોષકારક પ્રત્યુતર આપતા કલેક્ટરશ્રીએ શાળાના ધોરણ ૧ ના શિક્ષક નગીનભાઇ ચુનીલાલ પ્રજાપતિ અને ધોરણ ૨ ના શિક્ષક કિશોરકુમાર મોહનલાલ પ્રજાપતિ ને અભિનંદન આપ્યા હતા. વધુમાં શાળાની મધ્યાહન ભોજન વ્યવસ્થા, ભૌતિક સુવિધાઓની પણ પૃચ્છા કરી હતી. આ તબક્કે મામલતદાર સાહેબશ્રી, લીમખેડા અને શાળા સંચાલન સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા.