logo

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત માધ્યમિક શાળાનું ગૌરવ.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત માધ્યમિક શાળાનું ગૌરવ.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાનું નાનું એવું ગામ સુલીયત. આ ગામમાં ગંગા જમના માધ્યમિક શાળામાં ભણતા નટ દેવરાજભાઈ રમેશભાઈ જેવો ધોરણ 10 મા અભ્યાસ કરે છે ચાલુ સાલે સંકુલ કક્ષાએ તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન લઈ તા 22/11/202024 ના રોજ ડોક્ટરના મુવાડા ગોધરા જિલ્લા કક્ષાએ કલા ઉત્સવમાં ભાગ લઈ જિલ્લામાં અને તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગામ અને શાળાનું ગૌરવ વધારેલ છે દેવરાજભાઈ ના પિતા પણ વર્ષોથી આસપાસના ગામડાઓમાં પોતાની કલા બતાવી સંગીત વગાડી લોકોને ખુશ કરતા હોય છે આજ પિતાનો વારસો સાચવી રાખી પિતાનું માન અને સન્માન પણ જાળવી રાખેલ છે. આશા રાખીએ હવે પછી ની રાજ્ય લેવલની સ્પર્ધામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે અને સમગ્ર નટ સમાજનું અને જિલ્લાનું નામ રોશન કરે તેવી અપેક્ષા સમગ્ર નટ સમાજ તરફથી આપેલ છે.

108
12691 views