logo

*અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલ શ્રીજી કૃપા બોમ્બે વડાપાઉ માં જનતા રેડ*

અમદાવાદના વિજય ચાર રસ્તા પર આવેલી શ્રીજી કૃપા બોમ્બે વડાપાઉની દુકાનમાં કેટલાક ગ્રાહકોએ નકલી બટર વાપરવાના મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. વિજય ચાર રસ્તા પાસે આવેલા આ વડાપાવ વાળા દ્વારા ગ્રાહકોને ભરપૂર માત્રામાં બટર નાખીને વડાપાઉં બનાવી આપવામાં આવતા હતા. જેને લઈને કેટલાક ગ્રાહકોને શંકા જતા તેઓએ બટર જોવા માંગતા બટર નકલી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ઉપસ્થિત ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સામસામે આરોપો અને પ્રતિઆરોપો વચ્ચે વાતાવરણ ઉગ્ર બની ગયેલ હતું. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
તાજેતરમાં નકલી બટર, નકલી ઘી વગેરેની વ્યાપક ઘટનાઓ અને સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે આમ જનતાને એ પ્રશ્ન ચોક્કસ થાય છે કે, સરકારનું ફૂડ મંત્રાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ શું આ બધાથી ખરેખર અજાણ છે??? કે પછી હપ્તા ખાઈને આંખ આડા કાન કરી અને આમ જનતાના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.!! શહેરના નાગરિકોએ પણ સમજવું જોઈએ કે આટલા સસ્તા ભાવમાં આટલું બધું બટર નાખીને આપે છે, તો તે બાબત શંકાસ્પદ જ હોય. સરકાર કે તંત્રના ભરોસે બેસી રહેવા કરતાં પ્રજાએ પોતે જ જાગૃત થવું પડશે. અને આવા ટૂંકા ગાળાના લાભ માટે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતાં દુકાનદારો સામે, જનતા રેડ પાડી અને તેઓને ખુલ્લા પાડવા રહ્યા.
રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ

25
2749 views