logo

*શંકરભાઈ ચૌધરી સાહેબ ના વરદ હસ્તે ભાભર ના અબાળા ખાતે ધેનુપ્રસાદ એગ્રોવેટ ગૌ મુત્ર ડેરી નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું....*

આજ રોજ ભાભર તાલુકા ના *અબાળા* ખાતે શંકરભાઈ ચૌધરી સાહેબ ના વરદ હસ્તે *ધેનુપ્રસાદ એગ્રોવેટ ગૌ મુત્ર ડેરી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું* હતું ને આ ગૌ મુત્ર ડેરી દ્વારા બનતી પ્રોડકટ ને લોકો વચ્ચે મુકી હતી પ્રાકૃતિક રીતે ખેતી કરતા ખેડૂતો માટે ને બીજા ખેડુતો આ પ્રોડક્ટ થકી પ્રાકૃતિક ખેતી તરફ વાળી જમીન ને બચાવવા માટે શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા ખેડુતો ને આહવાન કરવામાં આવ્યું ને રાસાયણિક ખાતરો નો ઉપયોગ ધીરે ધીરે બંધ કરી ને આપના ખેતર ને રસાયણ ખાતર મુક્ત કરી જમીન ને બચાવવા માટે ખેડુતો ને આહવાન કર્યુ હતું
આજ ના શુભ દિવસે ખાસ મહેમાન ને સજીવન લાઈફ પ્રાઇવેટ લિમટેડ કંપની ના માલિક એવા નીતુબેન પટેલ બનાસકાંઠા જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર આયુષીબેન ચતુર્વેદી , બનાસકાંઠા જિલ્લાના મેનેજર ભરતભાઈ સોલંકી સાહેબ , બનાસકાંઠા જિલ્લાના ફિલ્ડ મેનેજર જગદીશભાઈ સોલંકી સાહેબ
તેમજ સજીવન લાઈફ બનાસકાંઠા જિલ્લાના તતામ સ્ટાફ હાજર આપી હતી..
જેમાં ગૌ મુત્ર આધારિત પ્રોડક્ટ ધનભૂમિ , ધનવૃદ્ધિ, ને ધનરક્ષક જેવી પ્રોડકટ નુ ખેડુતો માટે અનાવરણ કરવામાં આવ્યું હતું
આ ગૌ મુત્ર ડેરી ના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ પ્રકાર ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરી કેમિકલ ને રસાયણ મુક્ત કઠોળ જેમ કે મગ, તુવેરદાળ, ગોળ , ખાંડ , મધ, અને શાકભાજી ને એવી ઘણી બધી પ્રોડક્ટ ને સજીવન લાઈફ ના સ્ટોલ પર જોવા મળી હતી ને ઘણા બધા ખેડુતો એ આ સ્ટોલ પર થી ખરીદી કરી ને સજીવન લાઈફ નો ઉત્સાહ ને ઉમંગ વધારવા નું કામ ખેડુતો એ ને માંનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું..


( અહેવાલ )
બનાસકાંઠા
*ભાનુ શ્રીમાળી*

47
3908 views