યાત્રાધામ કુબેર ભંડારી મહાદેવ મંદિર કરનાળી ખાતે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી.
શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિર કરનાળી ખાતે દેવ દીપાવલી નિમિતે પરંપરાગત રીતે નીકળતી ભવ્ય અલૌકિક નગરયાત્રા ઉત્સવ ખૂબ જ ધામધૂમથી અને હર્ષલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો.
નગરયાત્રામાં ભવ્ય રીતે કરનાળી ખાતે કુબેર દાદાની પાલખી શણગારવામાં આવી અને દાદાના પ્રાંગણમાં ખૂબ જ સરસ રીતે અને ભવ્યતાથી નગરયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મંદિરના પૂજનીય મહંતશ્રી,આદરણીય સંતગણ,સન્માનીય ટ્રસ્ટીશ્રીઓ,સન્માનીય મહેમાનશ્રીઓ,કર્મચારીઓ,આસપાસના ગામના ગ્રામજનો *માઁ શક્તિ પદયાત્રા ના આયોજકો તલાવપુરા ગામથી* પદયાત્રા કરીને રથ લઈને પધારેલ તેમજ દૂર દૂરથી પધારેલા કુબેર ભક્તોએ ખૂબ જ ભાવપૂર્વક નગરયાત્રામાં દર્શનનો લાભ લીધો અને ખૂબ જ મંત્રમુગ્ધ થયા.
સંગીતના સથવારે અને પરમ પૂજ્ય મહંતશ્રી દિનેશગીરી મહારાજ, મહંત શ્રી નંદગીરીજી, ટ્રસ્ટ્રી શ્રી પરિંદુ ભગત કાકૂજી ના સથવારે આ નગરયાત્રા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો.
જય કુબેર....