પ્રેસ નોટ *અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ દિનેશ હૉલમાં, રેમી એવોર્ડ વિજેતા ધનંજય કપૂરના નિર્દેશનમાં ભગવાન જગન્નાથની કથા નાટ્ય રૂપે યોજાઇ ગઇ.*
તારીખ ૯ મી નવેમ્બરના રોજ, ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી, અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ દિનેશ હૉલમાં, રેમી એવોર્ડ વિજેતા ધનંજય કપૂરના નિર્દેશનમાં ભગવાન જગન્નાથની કથા નાટ્ય રૂપે યોજાઇ ગઇ. "ભંડીરા ટ્રી થિયેટર ગ્રુપ" ઘ્વારા આયોજિત આ નાટકમાં ભગવાન જગન્નાથની પૌરાણિક કથાઓનું નાટ્ય નિરૂપણ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની આ કથાઓનું ભારતમાં મોટાભાગના પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ છે. પણ તેનું નાટ્ય પ્રદર્શન અત્યાર સુધીની ક્યાંય કરવામાં આવેલ નથી. "ભગવાન જગન્નાથ કથાનું મંચન" સૌ પ્રથમ, ૧૮ મી ડીસેમ્બર ૨૦૨૧ ના રોજ ઓરિસ્સામાં થયેલ હતું. ત્યારબાદ આ પહેલાં આઠ વખત નાટય ભજવાઈ ચૂક્યું હતું. અમદાવાદમાં નાટ્ય મંચન પહેલીવાર ભજવાયું હતું. નાટકમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની જગન્નાથપુરીમાં બનાવવામાં આવે છે, તેવી જ ચલ વિગ્રહ - કાષ્ઠ પ્રતિમાઓ તેમજ 4 ફુટનો રથ મંચ પર રજૂ કરવામાં આવ્યા હતા. આ નાટકનું સંગીત અને ડબીંગ મુંબઈમાં અલકા યાજ્ઞિકના સ્ટુડિયોમાં કરવામાં આવેલ હતું. અને નાટકમાં આવતી ભગવાન જગન્નાથજીની આરતીનો સ્વર, પ્રખ્યાત ભજન ગાયક અનુપ જલોટાએ આપેલ હતો. નાટકના નિર્દેશક ધનંજય કપૂર પોતે ભગવાન જગન્નાથજીના ભક્ત છે. તેઓના ઘરમાં નિયમિત રીતે ભગવાન જગન્નાથજી તથા બલરામજી અને સુભદ્રાજી ની પૂજા અર્ચના થતી હોય છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા દિનેશ હૉલમાં ખચોખચ ભરેલા પ્રેક્ષકોએ, અંદાજે ચાર કલાકથી વધારે ચાલેલા આ નાટ્ય મંચનનો અદ્દભુત આસ્વાદ માણ્યો હતો.રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ