logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સામાન્ય બોલાચાલીમાં વિદ્યાર્થિની હત્યા

બોપલ ફાયર સ્ટેશન પાસે MICAના એક વિધાર્થીએ કારચાલકને કાર ધીમી ચલાવવાં કહેતા બોલાચાલી થઈ અને કારચાલકે વિધાર્થિની હત્યા કરી નાખી!

વાહન કેમ ઝડપી ચલાવે છે તેમ કહીને વિધાર્થીએ કાર ચાલકને ટોકયો હતો અને મૃતક યુવક અને કાર ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી તે દરમિયાન કાર ચાલક ઉશ્કેરાઈ ગયો અને વિધાર્થીને માર મારીને છરી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. આસપાસ લોકોના ટોળા ઉમટી ગયા અને મૃતકને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.

પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે, અને આ મૃતક પરપ્રાંતીય યુવકના પરિવાર અને કોલેજને જાણ કરવામાં આવી છે.

135
1341 views

Comment