logo

માધાપર ખાતે સંતો શિરોમણિ જલારામ બાપાની ૨૨૫ મી ભવ્ય જન્મજયંતી ઉજવણી કરવામાં આવી

માધાપર મધ્યે ૨૨૫ મી સંત શિરોમણી જલારામ બાપા ની ૨૨૫ મી જન્મ જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી માધાપર લોહાણા મહાજન ટ્રસ્ટ અને માધાપર લોહાણા સમાજવાડી ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે તા. ૮-૧૧ના સવારે ૭.૩૦ કલાકે બાલા હનુમાન મંદિર ખાતે પૂજનવિધિ તેમજ સવારે ૮.૦૦ કલાકે જલારામ મંદિર, મહાવીરનગર મધ્યે પૂજનવિધિ કરાઈ હતી આ કાર્યક્રમના મુખ્ય દાતા શ્રીમતી તારામતીબેન ડાહ્યાલાલ પોપટ પરિવાર રહ્યા હતા. પૂજન બાદ મુખ્યદાતા, સહયોગી દાતા તેમજ કળશ ધારી બાલીકાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. સવારે ૯.૦૦ વાગ્યે જલારામ દરિયાલાલ મંદિર જુનાવાસ મધ્યે થી ભવ્ય શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યું હતું જે ગામના મુખ્ય માર્ગ ઉપર ફરી ને માધાપર લોહાણા મહાજનવાડી મધ્યે પૂર્ણ થઈ હતી. બપોરે ૧૨:૩૦ વાગ્યે લોહાણા જ્ઞાતિજનો માટે સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું . લોહાણા મહાજન ના પ્રમુખ મનોજભાઈ ઠક્કર, લોહાણા મહાજન વાડી ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશભાઈ ઠક્કર, યુવક મંડળ ના પ્રમુખ યજ્ઞેશભાઇ ઠક્કર, મહિલા મંડળ ના પ્રમુખ વષાૅબેન જોબનપુત્રા, અમરધામ સેવા સમિતિ ઘનશ્યામભાઈ ઠક્કર, શ્રી હરિ શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ મીરાણી પુર્વ મેનેજિંગ ટ્રસ્ટી નટવરભાઇ રાયકુડલં વગેરે હોદેદારો તથા સદસ્યો આયોજન ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં માધાપર ના રઘુવંશી પરિવારો રંગેચંગે ઉત્સાહ ભેર બહોડી સંખ્યામાં જોડાયા હતા.

12
3632 views