રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગરે, 880 થી વધુ કર્મચારીઓની દિવાળી ખુશાલ બનાવી*
રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર દ્વારા દિવાળી પહેલા એટલે કે, ઓક્ટોબર માસ દરમિયાન અંદાજે 880 થી વધુ કર્મચારીઓની વિનંતીથી બદલી કરી અને તેઓને પોતાની ફરજ બજાવવાની સાથે-સાથે, પોતાના કુટુંબીજનો સાથે રહેવા માટેની તક પુરી પાડી તેઓની દિવાળી ખુશહાલ કરી દેવામાં આવેલ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રોજગાર અને તાલીમ ખાતાના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કક્ષાના વિવિધ વ્યવસાયિક ગ્રુપોના અંદાજે 752, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર કક્ષાના અંદાજે 65, આસિસ્ટન્ટ સ્ટોરકીપર લેવલના અંદાજે 23, સિનિયર ક્લાર્ક કક્ષાના અંદાજે 22 તેમજ જુનિયર ક્લાર્ક કક્ષાના અંદાજે 19 જેટલા કર્મચારીઓની, ઓનલાઈન બદલી પ્રક્રિયા દ્વારા તેઓની ઇચ્છિત જગ્યા પર વિનંતીથી બદલી કરવાના આદેશો ગત ઓક્ટોબર માસ દરમિયાન કરવામાં આવેલ હતા. જેને લઈને ખાતાના સમગ્ર કર્મચારી આલમમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળેલ હતું. રોજગાર અને તાલીમ નિયામક દ્વારા ઓનલાઈન બદલી પ્રક્રિયા અન્વયે આટલા મોટાપ્રમાણમાં કર્મચારીની વિનંતીથી બદલી કરવા બદલ, ખાતાના ટેકનીકલ કર્મચારીઓના મંડળ દ્વારા નિયામકશ્રીનો લેખિતમાં આભાર પણ માનવામાં આવેલ હતો. આ સમગ્ર ઓનલાઈન વિનંતીથી બદલી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને એકદમ ભ્રષ્ટાચાર રહિત રીતે સંપન્ન થયેલ હતી. રોજગાર અને તાલીમ નિયામક તેમજ તેઓની ટીમ આ બદલ અભિનંદનને પાત્ર છે.
રિપોર્ટર વિજય ઠક્કર
ગાંધીનગર