logo

*પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ શપથ લેવામાં આવ્યા*

પોરબંદર, તા. ૩૦:શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તા.૩૧ ઓકટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જે અંતગર્ત પોરબંદર અધિક જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા સહિના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ જિલ્લા સેવા સદન-૧ પોરબંદર ખાતે શપથ લેવામાં આવ્યાં હતા.

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે નોંધનીય કામગીરી કરનારા, લોખંડી પુરુષ તરીકે ખ્યાતનામ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ પોરબંદર અધિક જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા સહિતનાં અધિકારીશ્રી - કર્મચારીશ્રીઓ લીધા હતા.
કેમેરા મેન : હાર્દિક જોષી
રિપોર્ટર : કશ્યપ જોષી

70
307 views